Email : info@jagannathjipanchkarma.com

Live Treatment

આયુર્વેદમાં ચિકિત્સાના મુખ્ય બે પ્રકાર
  • શમન ચિકિત્સા
  • શોધન ચિકિત્સા
શમન ચિકિત્સા
શરીરમાં દુષીત થયેલા દોષો અને તેથી થયેલા રોગોને વિવિધ પ્રકારના ઓષધ પ્રયોગથી દોષો / રોગોથી મુક્ત કરવા એટલે શમન ચિકિત્સા.
શોધન ચિકિત્સા
શરીરમાં ખુબજ વધી ગયેલા દોષો / રોગોને પહેલાં ચલિત કરીને દોષોને પોતાના મૂળસ્થાનમાં લાવી પંચકર્મ દ્વારા શરીરની બહાર કાઢવા એટલે શોધન ચિકિત્સા.

પંચકર્મ એટલે-એવા પાંચ કર્મ જેના દ્વારા શરીરમાં વધેલા અને વિકૃત થયેલા વિવિધ દોષો બહાર કાઢવાની પ્રવૃત્તિઓ.
  • વમન:- વધેલા/બગડેલા કફને આમાશયમાં લાવીને મુખ દ્વારા ઉલટી રૂપે બહાર કાઢવા.
  • વિરેચન:- વધેલા/બગડેલા પિત્તને નાના આંતરડામાં લાવી ગુદા દ્વારા ઝાડા રૂપે બહાર કાઢવા.
  • બસ્તિ:- વધેલા/બગડેલા વાયુને પકવાશય-મોટા આંતરડામાં લાવી ગુદા દ્વારા બહાર કાઢવા.
  • નસ્થ:- ગળાથી ઉફરના ભાગમાં રહેલા વધેલા/બગડેલા દોષોને નાક દ્વારા બહાર કાઢવા.
  • રક્તમોક્ષણ:- બગડેલા રક્તને જે-તે સ્થાનમાંથી બહાર કાઢવું
પંચકર્મ મુખ્ય ત્રણ તબક્કામાં કરવામાં આવે છે.
  • પુર્વ કર્મ :- પ્રધાન કર્મ કરતાં પહેલા શરીરને તૈયાર કરવા માટેનું કર્મ જેમાં વિવિધ પ્રકારની માલિશ, સ્નેહપાન, ધારાઓ, વગેરે દ્વારા શરીરને તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ બાષ્પ શેક દ્વારા શરીરના દોષોને ઢીલા પાડવામાં આવે છે.
  • પ્રધાન કર્મ:- પુર્વકર્મથી ઢીલા પાડેલાં દોષોને પંચકર્મ દ્વારા બહાર કાઢવામાં આવે છે.
  • પશ્ચાત કર્મ:- પંચકર્મ દ્વારા શરીરની અંદર રહેલા દોષોને બહાર કાઢવાથી શરીરની પાચન ક્રિયામાં ખલેલ પહોંચે છે. જેને પુર્વવત્ સ્થાપન કરવા માટે સંસર્જન ક્રમ કરવામાં આવે છે જેનાં પાંચનમાં હલ્કાથી સામાન્ય ખોરાક સુધી ધીમે-ધીમે રોગીને લઈ જવામાં આવે છે.
આ પ્રમાણે પંચકર્મ દ્વારા રોગી શરીરમાં રહેલ દોષો/રોગોથી સંપુર્ણ પણે મુક્ત થઈ શકે છે.

આપને કદાચ ખબર નહી હોય કે પંચકર્મ એ રસાયન ચિકિત્સાનો એક ભાગ છે. જેમાં થી જરાનિવારણ એટલે કે વૃદ્ધત્વ દુર કરવાની પ્રક્રિયામાં પંચકર્મ ઉપયોગી છે અને ચિર:યૌવન ટકાવવા માટે પંચકર્મ આવશ્ય છે.

આ ઉપરાંત તેના કેટલાક પેટાકર્મો છે જેના દ્વારા તાત્કાલિક પરિણામ મેળવી શકાય છે.

જેમાં મુખ્યત્વે

અભ્યંગ વિવિધ પ્રકારના તેલો દ્વારા માલિશ.
સ્વેદન વિવિધ પ્રકારના બાષ્પ દ્વારા શેક.
શિરોધારા વિવિધ પ્રકારના તૈલ / ઔષધો દ્વારા કરવામાં આવતા કર્મ.
શિરોબસ્તિ / શિરોભ્યંગ જેનાથી વાળના રોગો, માનસ રોગ, હાઈપર ટેન્શન, અનિદ્ધા વગેરેમાં શીઘ્ર પરિણામ મેળવી શકાય છે.

Products Details

Previous Next
Dhenu Liv Syrup

A drum brake is a brake in which the friction is caused by a set of shoes

Dhenu Shishu Syrup

It helps in the mental and physical growth of the Child...

Chyawanprash

It helps in diseases like Anemia, general debility in ulcers,...

Dhenu Kasa Syrup

It helps in chronic cough, cold , Asthma, bronchitis, running nose, chronic

Dhenu Dearmin Syrup

It helps in the treatment of Skin disease. It helps in curing

Dhenu Mutral Syrup

It helps in the treatment of Skin disease. It helps in curing dryness of Skin

Dhenu Roop Cream

It helps to give you a blemish free fair Skin, Flawless skin. It reduces the dryness

Dhenu Ropan Cream

It helps in the treatment of cuts and wounds, Boils, Vaginitis.

Dhenu Darnuffi Cream

It helps in the treatment of Dandruff, Scaly Skin condition

Kamdhenu Ark

It helps in developing immunity against various diseases.

www.jagannathjiahd.org